અમારું વિઝન
Our commitment to excellence
વિદ્યાર્થીઓની અભ્યાસ પ્રત્યેની રુચિ કેળવાય તે માટે અધતન શિક્ષણ પદ્ધતિના ઉપયોગથી ગુણવત્તાસભર શિક્ષણ આપવું.
વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યો, કૌશલ્યો, સર્જનાત્મક શક્તિના ગુણો વિકસે તેને અનુરૂપ શાળાનું આવરણ ઉભું કરવું.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય તે પ્રકારની સહશૈક્ષણિક પ્રવુતિઓનું આયોજન કરવું.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ દ્વારા તેને સમાજ અને રાષ્ટ્ર માટે જવાબદાર અને ઉત્તમ નાગરિક બનાવવા માટે પ્રેરિત કરવા.
અમારું મિશન
Key to our success - people
શાળાનો વિદ્યાર્થી વૈશ્વિક સ્તરે પ્રગતિ સાધી શકે તે માટે ગુણવત્તાસભર શિક્ષણ સાથે સર્વાંગી વિકાશ માટેની શ્રેષ્ડ તકો પુરી પાડવી.
વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા અનુસાર સતત પ્રગતિના શિખરો સર કરતા રહે સમાજને સારા મનુષ્યો મળે જે સમાજ માટે શાળાનું યોગદાન રહેશે.
વિદ્યાર્થીઓ મૂળભૂત જ્ઞાન અને કૌશલ્ય ધરાવે છે, કે જે સમસ્યા હલ કરનારા અને ટેકનોલોજીમાં તેમની ચપળતાની ખાતરી આપે છે. તેઓ જવાબદાર નાગરિકો, આજીવન શીખનારાઓ હશે. એક સુરક્ષિત અને મહત્તમ શિક્ષણ પર્યાવરણ જાળવણી દ્વારા વિદ્યાર્થીઓને સફળ થવા માટે તક પૂરી પાડે છે.
About ભવ્યજ્યોત વિદ્યાલય
હરિઓમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ભવ્ય જ્યોત વિદ્યાલય ની સ્થાપના ઈ.સ. 2012 માં થઇ હતી. શાળાના આધસ્થાપક શ્રી ભવાનભાઈ લાડુમોર, જેઓ બાબરીયાધારના વતની છે, જેમણે ઈ.સ વર્ષ ૨૦૧૨ જૂન મહિનામાં બાલભવન વિભાગ તથા ગુજરાતી માધ્યમ તથા પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 8 સુધીની શાળા શરુ કરી.
ઈ.સ. 2014 માં જુન મહિનામાં માધ્યમિક વિભાગ ધોરણ 9 શરૂ કરવામાં આવ્યું ક્રમશ; ધોરણ 12 સુધી નું શાળામાં શૈક્ષણિક કાર્ય શરુ છે.
શ્રેષ્ઠ શિક્ષણનાં વારસ બની સમાજ અને દેશમાટે પ્રત્યેક બાળક પોતાના મનનો સ્વતંત્ર માલીક બની શકે તેવા સકારાત્મક વિચારથી આપણું બાળક માત્ર ટકાવારીનાં મોહમાં નહી પરંતુ જીંદગીની પરીક્ષામાં “ટકી” શકે તેવી કેળવણીનાં સહારે બાળકમાં જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને બહાર લાવવાં સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન...”