We inspire a love for learning and a belief in community. Here, students acquire the skills they need for school
નિયમો અને રેગ્યુલેશન
શાળાનો સમય
ધોરણ
સમય
બાલભવન
જુ.કે.જી. , સિ.કે.જી.
12:30 થી 3:30
પ્રાથમિક
ધોરણ 1 થી 4
12:30 થી 3:30
પ્રાથમિક/માધ્યમિક
ધોરણ 5 થી 10
7:20 થી 12:20
ગણવેશ
છોકરા અને છોકરી બંને માટે સરખા રંગના ગણવેશ રહેશે.
બુટ, મોજા અને ટાઈ ફરજીયાત પહેરવાના રહેશે.
શિયાળાની ઋતુમાં કોઈપણ રંગનું સ્વેટર માન્ય રહશે
ફી ભરવાના નિયમો
ફી આપવામાં આવેલ ટેમ્પ્લેટની માહિતી અનુસાર સમયસર ભરવાની રહશે.
ફી ભરનારે ફી ભરીને પછી રસીદ અવશ્ય લેવી નહીંતર ભવિષ્યમાં કોઈક સંશય માટે તેઓ પોતે જવાબદાર રહશે.
ફીના પૈસા નાના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવા નહિ.
એકવાર ફી ભર્યા પછી પરત કરવામાં આવશે નહિ.
નિયમો અને શિસ્તતા
વિદ્યાર્થીએ શાળાના સમયગાળામાં નિયમિતપણે હાજર રહેવું જરૂરી છે જો કોઈ વાજબી કારણસર ગેરહાજર રેહવું પડે તો આચાર્યની પરવાનગી આગળથી લેવી.
જો કોઈ વિદ્યાર્થી આચાર્યની પરવાનગી વગર ગેરહાજર રહેશે તો જયારે વિદ્યાર્થી શાળાએ આવશે ત્યારે પોતાના માતા-પિતા દ્વારા લખાયેલ રાજા-ચિઠ્ઠી અથવા માતા-પિતાને સાથે લાવવાના રહેશે.
જો કોઈ વિદ્યાર્થી માંદગીના લીધે ગેરહાજર રહેતું હશે તો વાલીએ તેની જાણ શાળાના આચાર્યને કરવાની રહેશે જયારે વિદ્યાર્થી શાળાએ પરત ફરે ત્યારે ડૉક્ટર પાસેથી માંદગી નું પ્રમાણપત્ર હાજર કરવાનું રહેશે.
વિદ્યાર્થીએ પોતાની સાથે ટાઈમ ટેબલ પ્રમાણેના ચોપડાઓ સાથે લાવવાના રહેશે.
વિદ્યાર્થીઓને શાળાના સમય કરતા 10 મિનિટ પહેલા હાજર થવાનું રહેશે.
શાળાનો અભ્યાસ, અભ્યાસને લગતી પ્રવૃતિઓ, ઘરકામ વગેરે ફરજીયાત છે.
નીચે જણાવેલ ક્રિયાઓ શાળામાં અથવા વર્ગખંડમાં કરવાની સખત મનાઈ છે.
વાતચીત કરવી, ચાલુ તાસમાં વર્ગની બહાર જોવું, અન્ય વિદ્યાર્થી સાથે અયોગ્ય વર્તન કરવું, શાળાની વસ્તુઓને નુકશાન પહોંચાડવું