ભવ્યજ્યોત વિદ્યાલય

We inspire a love for learning and a belief in community. Here, students acquire the skills they need for school

આચાર્યનો સંદેશ

Carmen Mendez

Carmen Mendez

Principal

વર્તમાન સમય એટલે Technology , Internet , Unity અને Self-protection નો યુગ. આવા સમયે આપણી પાસે Information અને Knowledge નહી હોય તો પાંચ વર્ષનો પપ્પુ પણ ચોક્કસપણે Phd. થયેલ પ્રકાશભાઈને પાછા પાડી દેશે.જેવી રીતે શરીર સંચાલન માટે ખોરાકની જરૂર પડે છે તેવી રીતે સુખમય, સંતોષમય અને સ્વસ્થજીવન જીવવા માટે શિક્ષણ ખુબ જ અગત્યનું અંગ બની ગયું છે ત્યારે આપણાં બાળકો પુસ્તકીયા કીડા બનીને માત્ર ટકાવારીની વ્યથામાં ન રહેતા જીવનની કોઈપણ પરીક્ષામાં પાછા ન પડે તથા જીવનમૂલ્યો, સાંસ્કૃતિકવારસો, સમાજમૂલ્યો, નૈતિકતા અને માનવીય-મૂલ્યો કટાય કે કપાઇ ન જાય તેવી મજબૂત કેળવણીની પહેલ કરી નવી પેઢીનું નિર્માણ કરીશું તો જ આવનારો સમય આપણને આવકારશે.

તો ચાલો, આપણે સૌ બાળકનું બાળપણ છિનવાઈ ન જાય તેવા ભાર વગરનાં ભણતરની સાથે જવાબદારીની ડાળી અને સ્વતંત્રતાની પાંખો આપી આકાશદર્શન કરાવીએ. આપણે સૌ જીવનનાં પ્રત્યેક આયામોમાં અણનમ ટકી રહી સાચા શિક્ષણનાં વારસ બની પારદર્શક પરિણામનાં સાક્ષી બની રહીએ એ જ માં શારદાનાં ચરણોમાં પાર્થના સહ સૌને જયશ્રી કૃષ્ણ....

logo